પ્રેમ ભભૂતનો લેપ

પ્રેમીના શરીરમાં વહેતું લોહી શિવ તાંડવ અને કૃષ્ણ રાસલીલાના સ્વભાવનું હોય છે.
 
પ્રેમની વ્યાખ્યાઓએ પ્રેમની સરળતાને રંજાડી છે. જે મૌનની અનુભૂતિ છે એને શબ્દોનો શૃંગાર કરીને ધરાર બદસુરત કરવાની આપણી બળાત્કારીવૃત્તિ શંકર જાણે ક્યારે અટકશે ! માટે હું પ્રણયની વ્યાખ્યાઓમાં પડવાને બદલે ઇચ્છીશ કે હાલત-એ-ઇશ્ક બયા કરું. પ્રેમની વાતો ન કરું અને જાતને જાહોજલાલ કરતાં પ્રેમ પટારાને ખોલવાની અસફળ કોશિશ કરું. પ્રેમ સમજાવી ન શકાય એવું મને સમજાઈ રહ્યું છે. પ્રેમ જીવી શકાય અને કૃષ્ણકૃપા હોય તો જીરવી શકાય. અન્યથા સૌ જાણે છે કે સૌને કરવો છે રોમાન્સ અને માંસને ચૂંથવા સિવાય કશું હાથ લાગતું નથી. શરીર ભોગવીને પરિતૃપ્ત થવું ગમતો આવેગ છે. સ્તનોના સુંવાળા શિખરો પર ચઢાણ કરવાની હોંશ ન હોય એ મર્દ મધ વિનાના પૂડા જેવો છે. ‘અરસિકતા’ અને ‘અરરર’ વચ્ચે શબ્દભેદ છે બસ, બાકી બંને આઘાતસૂચક અને જોખમી છે.
 

માટે હું માત્ર તને અને મને જોડતા આ પ્રણયસેતુના મહાસાગરને આંખોમાં ભરવા કાયમ તમન્નાઓના તરાપા સાથે સફરે નીકળી પડું છું. વ્યાખ્યાઓ અને અભિપ્રાયોના કાદવમાં ખૂપ્યા વિના. સમાજના વૈચારિક પવન અને પરિસ્થિતીઓની ભરતી ઓટ સાથે ઝાઝો સંબંધ રાખ્યા વિના.

જેણે હૈયાની ઉષ્ણતા અને ટાઢક પર માત્ર પ્રિયજનના વ્હાલનું વાતાવરણ ઓઢાડી દીધું હોય એને બીજા કોઈ હવામાન સાથે નિસ્બત હોતી નથી. એક એવી માનસિકતા કે જ્યાં પ્રિયજનનું હોવું અને ન હોવું બંને ગૌણ થઈ જાય એ સ્થિતીને હું પ્રેમ સમજુ છું. તારી પ્રતિક્ષા કરતાં રહેવું એ જ મારી પ્રણયમંજિલ છે. હું મંજિલના પ્રવાસમાં છું. મારી સફર એ જ મારો આખરી મુકામ છે. જે કશક અને તીવ્રતાથી તારો ઇન્તેજાર મને ઝાર ઝાર કરે છે એના સહારે કહું છું…..હવે મને તું પણ ન જોઈએ. તારી ઉપસ્થિતી મારા ધૂની ફિરાકની ધૂણીને ઠારી દેશે તો જીવાશે કેમ ? અણીયારી ધાર પર જીવવાનો વૈરાગ લઈ લીધો હોય એને સુમેળ,સુચારુ,સુરક્ષિત અને સુકોમળ તરીકાઓથી પછી ઉબકા કરાવે. પ્રેમીને મહેબૂબ હોય છે અગવડતા અને પ્રેમીનો વિશ્રામ હોય છે અવ્યવસ્થા ! જેને ચાલવું છે સતત,પ્રેમ ફક્ત એના માટે જ જગા કરે છે. મંજિલ પ્રેમના ખોળામાં રમી ન શકે.

d943ad4244308ab865d99c49b877c020
धराधरेन्द्रनन्दिनीविलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्ततिप्रमोदमानमानसे । कृपाकटाक्षधोरणीनिरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि ॥

સમર્પણનો અહંકાર,સમય આપ્યાનો હિસાબ,હમબિસ્તર થવા હમસાથી થવાના કાવતરા,’હું બધું જ સમજુ છું’ એવી નાસમજી દર્શાવવા થતો શાબ્દિક વિલાસ,દુઃખી થવાનો દેખાળો અને હરખાયાનું પણ એલાન…… આ બિરાદરીનો તો હું નથી જ નથી. જેમને ખબર જ નથી એ સરનામું જ્યાં પ્રિયજનના સ્નેહનું સામ્રાજ્ય ચોવીસે કલાક અને બારેમાસ ઉત્સવ મનાવી રહ્યું છે, ચુંબનની એ કક્ષા જે જીવ્યા પછી હોઠ જવાન થયાની ઘોષણા ઘરનો જૂનો અરીસો કરે,ઉજાગરાની એ મધરાતી મખમલી કરવટો જે સવાર સુધીમાં તો જાગરણની અવસ્થા પકડી લે. આ ગતિ,મતિ અને સ્થિતી હું કોને સમજાવું જેને ક્યારેય જાંઘો વચ્ચેથી ડોક ઉંચી જ કરી નથી. રાધાના નામનું કીર્તન કરતાં અને શિવના લિંગ પર પયધારા કરતાં સૌ અહીં બારીએ આવતી ચકલીની બે ઘડીની ચીં ચીં પછી ચિડાઈ જઈને નેપકીનનો ઘા કરે છે. એમની પાસે ટહૂકા પર પ્રવચનો આપવાનો વાણીવિલાસ છે,ટહૂકા સાંભળવાનો ઠહેરાવ નથી. તેઓ પ્રતિઘાત કરી જાણે છે,પ્રત્યાયન એમના બસની વાત નથી. માટે હું એને પ્રેમી નથી માની શકતો. જેને મધ્યાહ્નનના સૂરજ સામે ફરિયાદો છે એને હું પ્રેમી નથી માની શકતો. જેને બધું જ જાહેર કરી દેવું છે એવા વેપારી માનસને હું પ્રેમી નથી કહી શકતો. જેને આંખ અને પાણીનું સાયુજ્ય નથી સમજાતું એને હું પ્રેમી નથી માની શકતો. જે અજાણ છે એ પ્રેમી છે. જે કાયમી પ્રવાસમાં છે એ પ્રેમી છે. જે સૌંદર્યનો ઉપાસક અને ભોગવવાની લાલચથી સહજ મુક્ત છે એ પ્રેમી છે. જેને શિવની દિગંબર અવસ્થા અને કૃષ્ણના શૃંગાર વચ્ચે કોઈ જ ફરક નથી લાગતો તે ભલે પૂજા અને મંદિરથી દૂર હોય,એ પ્રેમી છે.

અને પ્રેમ ? પ્રેમ બસ પ્રેમ છે. એની વ્યાખ્યા કરવામાં પ્રેમ કરવાનો સમય નીકળી જાય છે. ખોટનો ધંધો ન કરાય.

મહોબ્બત સ્વયં ખત છે ખુદાનો

એને ઉકેલીને આંખોને નિરક્ષર ન કર,

ઓ ઉલફતના અજવાળા !

મારી આંખ ખોલ ‘ને એમાં પાણી ભર.

લિ. પ્રેમી બનવા મથતો એક ફિરાકી.

{મહાશિવરાત્રીની આગલી રાતે.

બે હજાર અને અઢાર.}

Advertisements

 ‘મહોબ્બત’ પહેલી કિતાબનો અનુભવ રોમેન્ટિક હોય છે. 

FB_IMG_1497071964724તદ્દન સ્વાભાવિક વાતને ઓહોહો..’ ના આશ્ચર્યમાં ડુબાડીને આપણે એની ખુશ્બૂ ધોઇ નાંખીએ છીએ. સંઘર્ષ અને આશ્ચર્ય સાથે આપણે આ જ કરીએ છીએ. માટે મહોબ્બત’ અને સ્પર્શ’ ને દુનિયા સમક્ષ મુકવા માટે મેં જે અનુભવ્યું તેને હું મારો અનુભવ કહું છું,સફરનો એક પડાવ કહું છું,મને મળેલું શિક્ષણ અને મારી અંગત દૌલત સમજું છું.  

બીજું પુસ્તક એક અર્થમાં અત્યંત અગત્યનું બની જાય છે કારણ કે તમે અગાઉ એક પુસ્તક આપી ચુક્યાં છો. લોકોની અપેક્ષાએ તમારી આસપાસ અદ્રશ્ય બંધારણ ઉપસ્થિત કર્યુ હોય છે.તમારું નાનકડું ફેન ક્લબ બન્યું હોય જેને ઉત્કંઠા અને ઇંતેજાર બંન્ને હોય કે તમે ક્યારે બીજું પુસ્તક આપો છો ! આ સઘળી સ્થિતીઓને ઉંબરા બહાર આંગણે બેસાડીને એ તકેદારી સાથે સન્માન આપવાનું હોય છે કે જેથી એ તમારા સર્જનના ઘરમાં હસ્તક્ષેપ ન કરવા માંડે. અભિપ્રાયો અને સલાહોના બંન્ને કાંઠાંઓ વચ્ચે તમારે તમારા સહજ પ્રવાહમાં વહેવાનું હોય છે.

મહોબ્બત’ અને સ્પર્શ’ બંન્ને પ્રિ-પ્લાન્ડ પુસ્તકો નથી.મારા દરરોજના કામોમાં દરમિયાનગીરી કરીને દાદાગીરીપૂર્વક મને હેઠો બેસાડીને મારા ઉદ્વેગોએ મારી પાસે લેવડાવેલું કામ છે. હું મારા તબક્કે માનું છું કે હજુ મેં બે પુસ્તક લખ્યાં છેહજુ મારું સર્જન શૂન્ય છે.

ગાંધીનગરના રસ્તાઓના કોઇ વળાંકે બાઇક ડબલ સ્ટેન્ડ કરીને,ઘ-૪ના સેન્ટ્રલ વિસ્ટાની લોન પર પગ લાંબા કરીને,કોઇ સવારે જુનાગઢમાં તો કોઇ સાંજે મુસાફરી દરમિયાન,કોઇક રાતે નીંદર ન આવવાને કારણે તો કોઇક રાતે જાગીને મારા ભાવજગતમાંથી છલકાયેલા આવેગો મહોબ્બતના પન્નાઓ પર રમે છે. મહોબ્બતમાં ૪૩ લેખો છે. હાલાકિસંગ્રહ ઘણાં લેખોનો થયો હતો. લખાયું ઘણું જ છેવટે છપાવ્યું એટલું જ જે જાહેર કરવા જેવું લાગ્યું. લોકોની આંખો સામે પરફોર્મ કરવા જેવું લાગ્યું.

મહોબ્બત’ મેં મારી યુવાનીના સૂર્યોદય સમયે ગાયેલાં પ્રભાતિયાં છે.જેને વાંચી છે એને આરપાર ઊતરી છે. વધુ વંચાઇ નથી એનો અફસોસ એટલે નથી કારણ કે મને ખાતરી છે મહોબ્બતના પન્નાં ક્યારેક જાગશે. જેની અંદર જઝબાતોનું જંગલ છે એને એ સુવા નહીં દે. એની ભાષા અને લય પર મને એતબાર છે. મહોબ્બત’ લખેલું પુસ્તક નથી,લખાઇ ગયેલું પુસ્તક છે. એની રચનામાં પેન મેં ચલાવી હતી પણ મને કોઇ અન્ય ઘટક જ દોરવતું હતું એવો મારો પવિત્ર અનુભવ છે. એ ડાયરી હજુ પણ હાથમાં લઉં ત્યારે ઝીલના કિનારે ઠંડા પવનનો આવિષ્કાર અનુભવાય છે. મને તો ગમે છે એટલે લખું છું અને લખતાં લખતાં આવી ક્ષણો આવે ત્યારે શુકુનનો મતલબ સમજાય છે.

આલિંગન અને ચુંબન મારા મતે યુવાન શરીરના આસમાને શોભતાં સૂર્ય અને ચંદ્ર છે. અને યુવાની દરમિયાન અનુભવાતો પ્રત્યેક વિજાતીય આવેગ આ બ્રહ્માંડના અંશ સમો અત્યંત અગત્યનો કોઈ ગ્રહ કે અનુગ્રહ છે. એની ઈજ્જત થવી જોઈએ. એના ઓવારણાં લેવામાં ન આવે તો એમાં કુદરતના રસાયણનું અપમાન છે. સાહજિક સંવેદનનો અપરાધ છે. મૂર્ખતા છે. ‘મહોબ્બત’ આવેગોના એખલાસોનો ઉત્સવ મનાવતું પુસ્તક છે. 

આમ મારો કોઇ સાહિત્ય જગતમાં સામેલ હોય કે એક્ટિવ હોય એવા એકપણ માણસ સાથે ઘનિષ્ઠ પરિચય નહીંમાટે પુસ્તક છપાવવાની પ્રાથમિક જાણકારી મને કંઇ જ નહોતી. વળી એક માન્યતા સાથે જીવું છું કે કોઇપણ રસ્તે બે રીતે પહોંચી શકાય….એક તો કોઇને રસ્તો પૂછીને અને બીજું જાતે શોધીને. કોઇને પૂછવામાં કોઇનો અનુભવ કામ કરતો હોય છે. જાતે શોધવામાં પોતાનો એક અનુભવ આકાર લે છે. આપણી ભાષાના ત્રણ નામાંકિત પ્રકાશનોને વારાફરતી મળ્યો. ના આવતી હતી એ વાંધાજનક નહોતું. મને તકલીફ એમનાં વાહિયાત કારણોથી થતી હતી.હું ડીસ્ટર્બ થતો. દોસ્ત પૂર્ણાશુ સાથે ચર્ચા થાય. એ જરા સમજાવેજરા હું મને સમજાવું અને સાંજ સુધીમાં મને સંભાળી લેતો. હું એવી તૈયારીમાં હતો જ કે એક સાવ નવા નક્કોર લેખકને કોઇ પ્રચલિત પ્રકાશન શા માટે છાપે પણ ના,હું ખોટો  હતો. જેમને વાંચી-વાંચીને જવાની સમૃધ્ધ કરી રહ્યો છું એવાં અશ્વીની ભટ્ટ,ચંદ્રકાંત બક્ષી,જય વસાવડા અને એવાં જ અન્ય દિગ્ગજ લેખકોના પુસ્તકો પ્રકાશિત કરનાર નવભારત સાહિત્ય મંદિરના વારસદાર જયેશ શાહને અમિષ ત્રિપાઠીના શિવ ટ્રાયોલોજીના ત્રીજા ભાગ વાયુપુત્રના શપથની ગુજરાતી આવૃત્તિના લોન્ચિંગ વખતે અમદાવાદ ખાતે મળવાનું થયું. હું મારું પુસ્તક છપાવવા માંગું છું એવા મારા પ્રસ્તાવના પ્રત્યુત્તરરૂપે એણે મને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું કે એપ્રિલ એન્ડમાં  કોન્ટેક્ટ કરવો. મારા માટે હરખ સાથે નવાઇની વાત એ હતી કે અમે મળ્યાં એ સમય ડિસેમ્બરનો હતો ! ચાર મહીના પછી મળવાનું…… બહોત નાઇન્સાફી હૈ.  

મેં ધીરજ રાખી. કારણ કે મે ક્યાંક એવું માની લીધું હતું કે નવભારત મારી બુક છાપશેમને મારા કામ પર ભરોસો હતો. મારી અંત:સ્ફુરણા પર એતબાર હતો. હું એપ્રિલના અંતે નવભારત સાહિત્ય મંદિરની ઓફીસે ગયો. મારા હાથે લખેયેલા કન્ટેન્ટની ઝેરોક્ષ કોપી બેજીજક આપી આવ્યો.આ ઘટનાના લગભગ એક મહીના બાદ મને ફોન આવ્યો કે જયેશ સર મળવા માંગે છે. જાણે મારી વેંચવા મુકેલી જમીનને સૂથી મળી હોય એવો એ કોલ હતો. એ મુલાકાત એક મજબૂત સંબંધનો પાયો નાંખનારી મુલાકાત હતી. ગુજરાતી ભાષાનું સક્ષમ અને શ્રેષ્ઠ પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર મારું પહેલું પુસ્તક છાપી રહ્યું હતુંહું પતંગની જેમ અમુક દિવસ ચગ્યો હોઇશ. કેટલો હરખાયો હોઇશમારા દોસ્તો પણ હદ બહારના હરખાયા હશે….એની મને ખાત્રી છે. એ દિવસો જ સપનાના વિજયોત્સવના હતાં.

બુક મેં જાતે ડિઝાઇન કરી હતી. અને કવર ફોટો રાજકોટ રહેતા એક દોસ્તના દોસ્ત રાજન પાસે તૈયાર કરાવ્યો. હું ઇચ્છતો હતો કે વાત પ્રેમની છે તો બુક રંગીન બને. અને હું ઇચ્છતો હતો કે બુક પહેલી છે અને મારું ટારગેટ ઓડીયન્સ કોલેજીયન્સ છે તો બુકનો ભાવ વધુમાં વધુ ૧૫૦/- રહે. પણ છેવટે ડિઝાઇન અને બુકની પ્રાઇઝને લઇને મેં કોમ્પ્રોમાઇઝ કર્યુ. ન એ ડિઝાઇન રહી. ન ભાવ. આ માટે મને પ્રકાશન તરફથી દબાણ નહોતું. પરિસ્થિતીને આધીન થવું જે-તે સમયે વધુ ઉચિત હતું. ખુબ નાની છતાં અગત્યની બીજી અનેક ઘટનાઓને અહીં એટલે ટાંકતો નથી કારણ કે એ ઘટનાઓના અર્થ હજુ હું હળવે-હળવે ફોલી રહ્યો છું. તમારા માટે એ બનાવ છે,મારા માટે અર્થસભર અનુભવ છે. એને રજૂ કરીને હું એને વેરી નાંખવા નથી માંગતો. યોગ્ય સમયે તમને જ કહીશ.  

આખરે સપ્ટેમ્બર-૨૦૧૪માં મહોબ્બત સૌની રૂબરૂ થઇ. શનિ-રવિવારની રજામાં જુનાગઢ ઘરે આવ્યો હતો ત્યારે એક બપોરે હિંડોળે બેસી ફેસબુક પર મેં મારી મહોબ્બત…અહેસાસોની આતશબાજીની જાહેરાત કરી.

અને એક નવા જ પ્રકરણનો જીવનમાં આરંભ થયો.  

                                                                                                                                          (ક્રમશ: …..)

(‘મહોબ્બત’ના એક લેખનો દોસ્ત પ્રશાંત તરુણ જાદવે તૈયાર કરેલો ઓડિયો 👇) 

‘મહોબ્બત…અહેસાસોની આતશબાજી’ નો ઓનલાઇન ઓર્ડર કરવા :-

click here

છોટી-છોટી બાતેં

 

‘તને ગોળ ગળાના ટી-શર્ટ ઓછાં સ્યુટ થાય.’
‘તને લાંબા વાળ મસ્ત લાગે.’
‘તું રફ દાઢીમાં હોટ લાગે.’
‘ચડાવેલી સ્વિલ અને જીન્સ પર શર્ટ પહેરે ત્યારે તું જાલિમ લાગે.’
‘તને ડાર્ક કલરના કપડાં વધુ સ્યુટ થાય.’
આવું કહેનારી છોકરી લાઈફમાં હોય છે ત્યારે એની ઝાઝી કદર નથી હોતી. ટક ટક કરતી હોય એવું લાગે. બધી વાતોમાં માથું મારતી હોય એવું લાગે. ‘અરે હા બાપા….’ એવો કોમન જવાબ આપીને વાત આગળ વધતી અટકાવવાનું મન થાય. 
અને એ નથી હોતી ત્યારે……
અરીસો બોલકણો બને છે. બાઈકનો મિરર વ્યંગ કરતો લાગે છે. નાહી-ધોહીને બાથરૂમની બહાર આવેલું જવાન શરીર રૂપાળું લાગે છે પણ અધૂરું લાગે છે. શાયદ એને કોઈના પરવાળા જેવાં નખથી છોલાવું છે. શાયદ એને પહેરેલાં શર્ટ પર કોઈના પાલવનો છાંયો જોઈએ છે. શાયદ બેધ્યાનપણે સાંભળેલી ટક ટક પણ હવે વધુ ધ્યાન જાય છે. ફૂરસદ સાથે બેચેનીનો અજીબ નાતો બંધાઈ છે. પરસેવો પરસેવા સાથે ભળતો ત્યારે જામ બનતું,મળ્યાં પહેલાનો દિવસ લાંબો લાગતો અને મળ્યાં પછીની રાત દેકારો કરતી ડાકણ. 
રાત-મોબાઈલ-વાતો અને તોફાની મુરાદોનો ચતુષ્કોણ કોણ જાણે વિકલાંગ બનીને જમીનદોસ્ત થઈ પડયો છે. રાત લાંબી,ભૂખ ઓછી,જિંદગી ફિલ્મી અને ફિલ્મો રિયલ થવા માંડે છે. 
fdવ્યક્તિની હાજરી વિશેષ આકર્ષક નથી હોતી. સંબંધનું સફર જેવું છે. મંજિલની મજા નથી,મુસાફરીનો લૂત્ફ લેવાનો હોય છે. વ્યક્તિ હોય ત્યારે સામાન્ય લાગે. ન હોય ત્યારે કવિતા જેવી લાગે,સંભારણાં સમી લાગે,જરૂરી લાગે,વધુ જીવંત લાગે. માણસ તરીકે આપણે સૌ મોટાભાગે એટલે જ દુઃખી હોઈએ છીએ. આપણને દંતકથા વધુ રોચક લાગે છે. મૃગજળ,ફેન્ટસી,wow ફેક્ટર વધુ અપિલિંગ લાગે છે. ઘરની થાળી,ડોલ,ટેબલ,ફાઈલ,તકિયો, કબાટ,સાબુ અને આંગણું વાસ્તવિક છે. પણ આપણો જીવ ભમતો હોય છે આકાશગંગામાં,સમંદરની લહેરો પર,વિદેશના કોઈ કાફેમાં….જે હાથવગું નથી,શક્યતા સમું છે. 
સરકી ગયેલી રેતીની કણ કણ ફરી ભેગી કરી શકાય છે. સરકી ગયેલી વ્યક્તિ અંગે શેષ રહે છે માત્ર સ્મૃતિઓ. માણસને જીવતાં શીખવવું પડે છે. માણસને માણસ સાથે જીવતાં શીખવવું પડે છે. માણસને અન્ય માણસને જીવી લેવા શીખવવું પડે છે. 
કોમેન્ટ મોમેન્ટ બની જાય પછી તન્હા તન્હા લમ્હા કાપવામાં થાકી જવાતું હોય છે. જેટલું વહેલું સમજી શકાય એટલું નફામાં છે. 
ઇશારો :-
જિંદગીનું તો ખરૂં જ પણ વિશેષ મહત્વ શ્વાસનું હોય છે.

પ્રેમ – ખુદાના ઘરનું સરનામું !

           કહેવાય છે કે આ જનરેશન પાસે સૌથી મોટો પ્રશ્ન રિલેશનશીપનો છે.  પ્યારને ઘડીભર બાજુએ કરીને લગ્નને કેન્દ્રમાં રાખીને ટૂંકી વાત કરીએ તો ધડાધડ છૂટાછેડા થવા માંડે એવો ઘાતક આ યુગ નથી પણ હા, સંબંધની મીઠાશની આવરદા ફટાફટ ઘટવા માંડે એવો સમયગાળો તો આ ચોક્કસ છે. માણસ એના પ્રિયજનથી કંટાળે એ સૌથી વધુ કાંટાળી લાગણી છે. A-fine-art-painting-by-Jakub-Kujawa-of-a-romantic-couple-kissingસ્વજનોની આખી બિરાદરીને નજરઅંદાજ કરી ઉમળકાભેર અને ઝનૂનભેર પરણતાં બે લવબર્ડસ વધીને બે વર્ષમાં લવ-વધ કરવા માંડે છે. શા માટે ? પ્રેમ અગર ખુદ વિરહના શૂળના અનુભવ આપતો અહેસાસ છે તો પછી આપણે સતત જોઇએ છીએ એવા આ એકબીજાને શૂળીએ ચડાવી દેવા સુધી પહોંચતા લોકો શું કરી રહ્યાં છે ? આમાં પ્રેમ ક્યાં છે ? ન્યોછાવર થઇ જવું અગર મહોબ્બતનો મિજાજ છે તો શા માટે પ્રત્યેક લવસ્ટોરી એક મેરેજસ્ટોરી બનવાના મકસદથી જ આગળ વધે છે ? ફક્ત પ્રેમ ન થઇ શકે શું ? બેવજહ…બેમતલબનો….બેમિસાલ….ફક્ત પ્રેમ !       

મજાની અને એથી વિશેષ મુશ્કેલીની વાત એ છે કે અહીં સૌનો પ્રણય પરિણયના મુકામ સુધી પહોંચવા માટે પાંગરે છે. સંપર્કો થાય, મુલાકાતો ગોઠવાય, માદક સ્પર્શ થાય, આલિંગનોનો એખલાસ થાય,ચુંબનોના ચાઠાં ઉપસે અને એના રોમાંચ થાય,મીઠા વિવાદો,સુંવાળા મેસેજીસ, થોડા વેવલાંવેડાં અને વધુ વે’વારિક થઇ છેવટે બંનેના ઘરમાં વાત રજૂ કરી કોઇપણ હિસાબે લગ્નગ્રંથિથી જોડાય જવું એ મોટાભાગની કહેવાતી પ્રેમકહાનીઓનો સેન્ટ્રલ થીમ છે.

              પ્રેમનો સાચો પરિચય જ ત્યારે થાય છે જ્યારે સંપર્ક અટકે છે. સહવાસ ક્યારેય પ્રિયજનના હોવાપણાંની કદર ન કરાવી શકે. હર્દયને એવી ભનક અનુભવાય કે હવે એનો ચહેરો જોવાની તકો પણ નહીવત છે ત્યારે ખરેખર વિશ્વભરના તમામ સુંદર ચહેરામાં પ્રિયજનનો ચહેરો મહેસૂસ થાય છે. માણસને દરેક આદત,વ્યસન, શોખ,કાર્ય,રિએક્શન,એક્શન અને ઇવન ફિક્શનમાં પણ એનો જ અહેસાસ અનુભવાય છે જે હવે સાથે નથી અને છતાં દૂર છે એવું સ્વીકારી પણ શકાતું નથી. પ્રેમ અહેસાસ છે,સાહેબ ! એને જીવવાનો હોય. એને જીરવવાનો હોય. એને જીલવાનો હોય. એને જકડી ન શકાય. પ્રેમનો માંડવો તનહાઇના ત્રિભુવનમાં રોપાતો હોય છે. અને એની સપ્તપદી સ્વયમ શામળા ગિરધારીના વરદ મુખેથી થાય છે. એક સાદી સમજ આપવાની કોશિશ કરુ….. તમે એવી કલ્પના કરી શકો છો કે એક સાદી સીધી વ્યક્તિને ચાહવાથી તમને ખુદાની બંદગી કબૂલ થયાની અનુભૂતિ થવા માંડે ! એક સામાન્ય છોકરીને આલિંગન કરતી વખતે થાય કે શરીરનું નિર્વાણ થઇ રહ્યું છે અને દેખાતી નથી પણ હયાત છે એવી ઇશ્વરીય ચેતનાનો સ્પર્શ થઇ રહ્યો છે ! એના હોઠ ચુમતી વખતે જાણે રોમ રોમમાં ક્રિષ્ન રાસ રમતો હોય એવા અદભૂત આનંદનો અહેસાસ થાય ! જો ના, તો પ્રેમની વાતો કરવી બરાબર છે….તમે હજુ પ્રેમને ઓળખી શક્યા નથી. અને જો હા, તો બાકી બધી લપ છોડો….તમે પ્રેમી છો. હા,તમે પ્રેમી છો. 

love-relationship-couple-drama-art-watercolor-painting-portrait-splash-drip-splatter-paint-ink-art

             પરમ આહલાદિની શક્તિ તરફ મુખર કરતી સફરનું નામ પ્રેમ છે. પ્રેમ તળાવ નથી,પ્રેમ મહાસાગર છે. પ્રેમ કલ્પ નથી,કલ્પવૃક્ષ છે. પ્રેમ આપણા જ જેવી એક વ્યક્તિ તરફના અનુરાગથી શરૂ થઇને સમગ્ર વિશ્વ તરફ અનુગ્રહ કરતાં પરમતત્વના દિદાર કરવા બેકરાર કરતી આજીવન ચાલતી એક અવસ્થા છે. કરૂણતા એ છે કે આપણે ત્યાં પ્રેમની આવી વાતો લોકોને આધ્યાત્મિક લાગે છે. હમણાં કોઇની સુંવાળી કમ્મર,કાનના ઝુંમર કે સોળ વરસની ઉંમર પર કોઇ વાત કરે તો એ સ્વાભાવિક લાગે છે. હા, આવેગો પ્રેમના પ્રવાસનો અનિવાર્ય મુકામ છે. શરીરની ભૂખ સંતોષ્યા વિના મનની તરસ નહી છીપાય એવું તો રજનીશ પણ કહેતાં ગયા. પણ ત્યાં અટકી જવું એ બીજું કંઇપણ હોય શકે,પ્રેમ નથી. બેડરૂમમાં જઇ ત્વચાની આરાધના કરતો માણસ એવું વિચારતો જ નથી થયો કે ત્વચાની નીચે માંસ અને હાડકાના સ્તર છે અને એને પાર કરતાં એક મુલ્ક આવે છે જેને રૂહ’ કહે છે. રૂહ સાથે મોટાભાગના લોકોનો સંવાદ ક્યારેય થતો જ નથી અને આયુષ્ય પૂર્ણવિરામની ઘોષણા કરી દે છે. આપણે સૌ સતહી-ઉપરછલ્લું-ચામડી પરનું જીવીને જતાં રહીએ છીએ….એ અનુભવ લીધા વિના કે ઉમ્રના ૫૫ વર્ષ સુધી સેક્સ કર્યા પછી પણ ભૂખ તો કાયમ જ રહી તો આજીવન કર્યુ શું ? શરીર મંગલાચરણ છે….પ્રેમતત્વનો અસલ અનુભવ કરવા માટેનું !   

        લગ્ન અને શારિરીક સુખ પ્રેમના મુકામો હોઇ શકે,મંજીલ નથી મને બસ આટલી સમજ છે. મહોબ્બત મને અતિશય ગમતો શબ્દ છે. અને મારી માન્યતામાં મને લાગે છે કે મહોબ્બત ખુદ એના અર્થમાં પ્રાર્થના છે. પ્રાર્થના પોતે એક વિશાળ અર્થ લઇને બેઠી છે. એને ગિલા-શિકવા, અપેક્ષા અને આક્ષેપોના ચોકઠાંમા રહેંસી ન નાંખો. અનુભવો….! જેને ચાહો છો એ વ્યક્તિના સાંનિધ્યને એ રીતે સંવારો કે જ્યારે તમે બંન્ને તમારા એકાંતમાં તલ્લીન હો ત્યારે ત્યારે તીર્થ રચાતું હોય. આલિંગન વનરાવનની રાસલીલાનું દર્પણ બને અને નખ અને દાંતના દસ્તાવેજો શિવ તાંડવના અવશેષો. જમાવટ એની એ જ છે…આવેગોની, બસ નઝરિયો બદલીને જીવવાની વાત છે.

મને લાગે છે આપણે બંન્ને

આલિંગનમાં રમમાણ હોઇએ છીએ

ત્યારે આકાર લેતાં આપણા શરીરોની અણસાર

ખુદાના ચહેરા જેવી રચાય છે !