મારી ઝાંખી

cropped-17498760_1256485794429003_7648378352204931379_n.jpg

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સમેગા નામના ગામમાં જન્મ્યો. બધું જ પ્રાથમિક શિક્ષણ સમેગામાં. અને હાઇસ્કુલનું એક વર્ષ આઠમું ધોરણ પણ સમેગામાં.પછીના બંન્ને વર્ષ સોમનાથ મહાદેવની પડખે વસતાં બંદર વેરાવળમાં ભણ્યો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને કોલેજ જુનાગઢમાં. ત્યાંથી અનુસ્નાતક અભ્યાસ અર્થે મહાનગર અમદાવાદ અને હાલ પાટનગર ગાંધીનગરમાં ક્લાર્ક તરીકે સરકારી નોકરી કરું છું.આમ મારામાં સમંદરની હવા અને પર્વતની હવા બંન્ને જીવે છે. અને મહાનગરની ભીડ અને રાજધાનીનો ખાલીપો બંન્ને શ્વસે છે.

 ઢેફાં,છાણા અને છાશ મારા મૂળમાં છે. મને કાયમ મારા એ સૌભાગ્ય પર ગૌરવ રહેશે કે મારું શૈશવ એક સામાન્ય કિસમના ગામડાં વિત્યું છે. કપડાં પહેરવાની પુરી સમજ નહોતી એ માણસ આજે જીંદગીના પરિવેશ પર ‘સ્પર્શ’ જેવું પુસ્તક લખીને બેઠો છે. શિસ્ત અને માત્ર શિસ્તમાં માનતો એક કોલેજિયન આવેગોની અસ્તવ્યસ્તતા અને જવાનીની મજલિસ પર ‘મહોબ્બત’ જેવી કિતાબ લખીને ઇતરાઇ રહ્યો છે. હા,હું મારા પ્રેમમાં છું. કારણ કે હું હતો અને છું દરમિયાનની સફરને મેં ખૂબ કરીબથી જોઇ છે. 

મારા કોઇ લાંબા આયોજનો નથી.

સૌની વચ્ચે રહીને તદ્દન ફકીરી ઢબે જીવું છું. મારી ફરજ બરાબર નિભાવું છું. જાતે રસોઇ બનાવીને જાતે જ જમું છું. જાતે જ કપડાં ધોઇને જાતે જ પહેરું છું. છેલ્લાં ૬ વર્ષથી એકલો જ રહું છું. મને સૌ સાથે નિસ્બત છે. અને છતાં દરેકથી મારા એકાંતને સાચવીને મને ગમતાં અંદાજની શૈલીથી મારી યુવાનીને ઊજવી રહ્યો છું.

મારા મમ્મી પપ્પા મારા આનંદમય જીવનના સહાયક છે. એણે આપેલી સ્વતંત્રતા મારા પ્રતિદિનના તંત્ર અને માનસિક સ્વસ્થતાના મંત્રના પાયામાં છે.

લખવું મને ગમે છે,લખવું મારું પેશન નથી. મારા આવેગો,ઉદ્વેગો,હોશિંયારી અને સૂઝ મુજબ શબ્દોથી રમી રહ્યો છું. મારી પાસે પોતીકું ભાવજગત છે. મારી શૈલી છે. શબ્દની ઉપાસના કરવા હજુ મારે મને ઝાઝો ઘડવો પડે તેમ છે એવું મને લાગ્યાં કરે છે. 

મારા વિશે આટલું કહીને પણ કહું છું……મને બસ વાંચવો. હું જાણવાલાયક બિલકુલ નથી.   

Advertisements

7 thoughts on “મારી ઝાંખી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s