નગ્નતા – નિર્વાણનું અનાવરણ

નગ્નતા’ મારા માટે ક્યારેય એક શબ્દ માત્ર નથી રહ્યો.
નગ્નતા મને સતત સદ્ધર કરતી મારી ચિરકાળ યુવાન માનસિકતા છે. મારી અંગત બંદગીની પહેલી હરોળની આરઝૂ નગ્નતા છે. આ માત્ર એક બ્લોગ નથી, હું અંદરથી જેવો છું એવો મને છતો કરતી અભિવ્યક્તિ છે. અપનાવી શકો તો માણો. બાકી વાંચી કાઢો :p 

*********************************************************************************

માને છે સૌ પણ સાબિત કરી શકવું કઠિન છે કે બ્યુટી અને વલ્ગારીટી વચ્ચે પાતળી ભેદરેખા હોય છે એ આખરે કેવી હોય છે ? એની લંબાઇ,પહોળાઇ,જાડાઇ અને અભિવ્યક્તિની શૈલી શું ? એને સાબિત કરવું એ ઉંધિયામાંથી શાક અલગ કરવાની મજદૂરી કરવા જેવી વાત છે. 

સુંદરતા અને સહજતાના અર્થો કરનારા હકીકતે સુંદરતા અને સહજતાની અર્થી કાઢે છે. સુંદરતા માણી શકાય. સહજતા જીવી શકાય. બસ !

હું નગ્નતાનો આશિક છું અને આ બાબતે જેન્ડર બાયસ વિના માનું છું. શરીર અંતિમ મુકામ નથી એ બાબતે સ્પષ્ટ હોવા છતાં એક અર્થમાં દેહલાલિત્ય મારે મન ઘણી અગત્યતા ધરાવે છે. માટે જ નગ્ન સ્ત્રી અને કપલ્સની તસવીરો સંગ્રહિત કરવી અને શેયર કરવી મને ગમે છે.

Steve+Hanks-www.kaifineart.com-2(2)

સુંદરતા કપડાં પહેરીને ન આવે. સહજતા આવરણ વિનાની જ હોય. નગ્ન શરીરો પ્રત્યેના અનુરાગ પાછળ પણ મારી આ જ સોચ શાયદ કામ કરે છે. તસવીરોમાં દેખાતી સ્ત્રીના સ્તનોના ઊભાર હું આંખો ભરીને જોઉં છું. મને ગમે છે ઊઘાડે શરીરે સંભોગ કરતી સ્ત્રીના પીઠમાં ઉપસતા પાંસળા જોવા,કડક થતાં એના નીપલ અને તંગ થતી એની સાથળો જોવી.ફાટી જતું એનું મો જોવું અને બિસ્તર પર,જાજમ પર,ટેબલ પર કે સોફા પર વેરાઇ જતું એનું શરીર જોવું. પેટનો નાભિવાળો ભાગ દબાય અને સ્તનો નીચેનો ભાગ ઉપસે ત્યારે સ્ત્રી તીવ્ર લાગે,ધસમસતી લાગે,ભૂખી અને સ્ત્રીસહજ લાગે.  પુરુષની બાહોમાં કણ કણ થતી સ્ત્રીની તસવીર મને તારોડિયાના તોફાનથી તંગ થતાં આસમાન જેવી લાગે છે. દરિયાના તરંગો અને  રતિક્રીડા વખતે હાંફતી સ્ત્રી વચ્ચે મને કોઇ વિશેષ તફાવત દેખાતો નથી. મસળાતા પોતાના પુરા બદનથી થાકતી ઔરત પુરુષની અંદરના વૈશીપણાને નિર્વાણ આપતી હોય છે. રતિ હકીકતે તો મતિને નિર્મેળ કરતી અવસ્થા છે. આ નજરે જુઓ તો દેહલાલિત્યનું સઘળું શાસ્ત્ર જ નિરાળું છે. એને જોવા અને જીવવા વિશુદ્ધ આંખો અને મખમલી માંહ્યલો જોઇએ.જેને કેળવવાની મારી જહેમત ચાલી રહી છે.ઉકરડે ઉગેલી આંખોમાં ભોગવવાની ભૂખ હોય છે,ઉમળકે પલપતી આંખો તરસ અને તમન્નાઓથી પર હોય છે. માણવું એ જ એની વૃત્તિ હોય છે. ભોગવવું ત્યાં દેશવટો ભોગવતો હોય છે.

 ***********************************************************************************

મને વિશ્વાસપૂર્ણ શંકા છે કે શરીરને ભરચક ભોગવતા લોકો શરીરનું સૂફીપણું નહીં સમજતા હોય. સેક્સ કરવું એટલે વિજાતીય પાત્ર સાથે શયન કરીને સ્ખલન કરવું એવી વ્યાખ્યા મને ક્યારેય ગળે ઉતરી નથી. હું નથી માની શકતો એ વાતને કે પુરુષના શિશ્નનો સ્ત્રીની યોનિમાં પ્રવેશ થાય, અને બે ઘડી બંન્ને હાયહોય કરે અને અમુક સેકેન્ડોમાં ( મજબૂત ઘોડાઓના કેસમાં મિનિટોમાં) ચીકણો અનુભવ થાય અને માની લેવાય કે સેક્સ કર્યુ. ઓશોનો સંભોગની સમાધિવાળો અપ્રોચ અહીં એબસન્ટ છે. સંભોગ નિજાનંદ અને પરમ આનંદની સ્થિતી બક્ષે છે એ અનુભૂતિ (નૉટ અનુભવ) અહીં દૂર સુધી ક્યાંય નથી. ક્યો એવો પતિ હશે જેણે એની પત્નીના શરીરને ભરપૂર ભોગવ્યું નહીં માણ્યું હોય. કઇ એવી પત્ની હશે જેણે એના પતિના મજબૂત શરીરને તનભરીને નહીં મન ભરીને જીવ્યું હોય. આવી વાતો જ લોકોને અધ્યાત્મિક લાગવા માંડે છે પછી આનંદ તો ક્યાંથી આવે ? બ્રા પેન્ટી ઉતારવાના દ્રશ્યોના વર્ણનો કરીએ કે સંભોગ વખતની ઘટનાનું શાબ્દિક ટેલિકાસ્ટ કરીએ તો લોકો ત્રણ ત્રણ વાર વાંચશે. અમલવારી ઝીરો. સંભોગ ટીવી પર જોઇને ન થાય. સંભોગ ચોપડીઓ વાંચીને ન થાય. અને મને કહેવામાં જરાય બંડખોરી નથી લાગતી કે સંભોગ માત્ર વિજાતીય પાત્ર સાથે સુઇને ગુપ્તાંગો ઘસવાથી પણ નથી જ થતો. 

tumblr_osobe2Ak8j1vxstx5o1_1280

માહોલ હોય,ઉન્માદ હોય,મૂડ હોય અને સૌથી અગત્યનું એ કે શરીરની પ્રત્યેક સંવેદના જાગૃત અને ત્વચા હેઠળના બધા જ રસાયણો સન્મુખ હોય ત્યારે હમબિસ્તર વ્યક્તિ કાયદેસર આનંદ આપી શકે. આપણે ચૂંથવાને ચાહતમાં ખપાવીને ભારે તકલીફો ઉભી કરી છે. શરીરનું ચઢાણ સગી પત્ની પર હોય અને મનની મીની બસ ઓફીસની કોઇ છોકરીની જુવાન શરીરરૂપી શેરીમાં ફરતી હોય ત્યારે સંભોગમાંથી ‘સં’ સાયલેન્ટ થઇ જાય છે,બચે છે માત્ર ભોગ !

હા મને એટલી તો ખબર જ છે કે વિચારી વિચારીને આવી સ્થિતિને ઊભી કરવાની ન હોય. કપડાં ઉતરે પછી બધું ઓટોમોડ પર જ થવા માંડે. આપણી અંદરના રાનીપશુઓ સૌ વીંખવાની રાહે જ છાનામાના રહેવાના અને સંસ્કારી હોવાના ડોળ કરતા હોય છે બાકી લાઇટ ઑફ,રાસ્કલ ઑન !

 

***********************************************************************************

રૂહ આપણે ત્યાં પ્રસંગોપાત ઉચ્ચારાતો શબ્દ બની ગયો છે. નગ્નતા રોચક લાગે છે,બફાટ કરવામાં ઉપયોગી લાગે છે,વિરોધ કરવામાં હાથવગી લાગે છે બાકી…..અનુભવમાં બહુ ઓછાને આવી હોય એવું મને લાગે છે.

નગ્નતા નાલાયક લોકોથી આભડછેટ રાખતી હોય છે.

નાગાઇ નાલાયક લોકોના ઘરમાં ઉછરતી હોય છે.

સંભોગ માનસિક સ્વસ્થ પાત્રોની ભીતર ઉદભવીને બહાર પ્રગટ થાય છે.

ભોગ ભીખમંગી માનસિકતા ધરાવે છે,ગમે ત્યાં ખાબકે.આળોટે.લાળો પાડે.

બાળક નગ્ન જન્મે છે એ ઘટના મને ક્યારેય સામાન્ય નથી લાગી. ફૂલ,સૂરજ,પાંદ,નદી,સમંદર,પૃથ્વી અને પ્રકૃત્તિનું પ્રત્યેક અવયવ નગ્ન છે. આ સત્ય મને ક્યારેય સામાન્ય નથી લાગતું. મને એટલું સમજાય છે કે મારા શરીરને ઢાંકવા હું વસ્ત્રો પહેરું છું પણ મારી ત્વચા તો નગ્ન જ છે.  

(All photo courtesy  – Google)

9 Comments

  1. ચંદ્રકાંત બક્ષી ને બહુ વાંચ્યા છે. તમારા લખાણ મા એમનીશૈલી અનુભવી શકાય છે. ખૂબસુરત લેખ.

    Liked by 1 person

  2. સાહેબ ચીત્ર માાં મસ્ત બિન્દાસ બની દુનીયા ભુલી અને ભુલાવી દીધી એવુ જ કંઇ લાગ્યુ, જ્યા લોકો આજ પન ખુલીને બોલતા સંકોચાઇ છે અથવા તો અમુક કહેવાતા સમાજમાં રહેવા વાળા બોલતા રોકતા હોય ત્યારે તમે કંઈક અલગ છબી બનાવશો એવુ લાગે

    Liked by 1 person

  3. Mast…Abhi sir bauj mast…tamara lekh vanchi ne lage che…k maru vyaktitva bilkul tamara jevu j che…mara vicharo nagnata vishe pan same tamara jeva…j che… Bas hu kai lakhi nathi sakto…
    Pan hats of you..sir…

    Liked by 1 person

  4. સહજતા અને સ્વતંત્ર્ય બયાઁ થવાની અદા આપનો સ્વભાવ લાગે છે… એ ગમ્યું અમને!

    Like

  5. નગ્નતાની વાત ગમી અભિ. પણ દરેક ને આ વસ્તુ ક્યાં સમજાય જ છે. શરીરનો સંભોગ કરવોને શરીરને ચૂંથવું બેય માં ફેર. કેટલાક ફક્ત એને ભોગવી શકે છે પણ માણવાનું ભૂલી જ જાય છે

    Liked by 1 person

Leave a comment